Friday, January 12, 2024

My Health - My Help - A Female Hygiene Initiative from Helps Foundation to bring Quality Change in Female Students Life

 

પ્રોજેકટ માય હેલ્થ માય હેલ્પ:
હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા વિરમગામ તાલુકાની વિવિધ શાળાઓમાં સ્ત્રી સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો






હેલ્પ્સ ફાઉન્ડેશન બદલાવ માટે લોકોની જાગૃતિને મહત્વની ગણે છે અને આ જ દિશામાં કાર્યરત છે. પોતે કુલ 3 ક્ષેત્રોમાં કાર્ય કરતું હેલ્પ્સ ફાઉન્ડેશન , સ્વાસ્થ્ય વિષયક અઢળક પ્રવૃત્તિઓ કરે છે, જેમાં જાગૃતિના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.


માસિક ધર્મને હજી થોડા ઘણા અંશે સમાજમાં તેબૂ ગણવામાં આવે છે, લોકો આ વિષય પર વાત કરતા અટકે છે. આ બાબત જ દર્શાવે છે કે આ વિષય પર ચર્ચ કરવી જરૂરી છે. આ જ હેતુથી હેલ્પ્સ ફાઉન્ડેશન પોતાના એક પ્રોજેકટ પર કામ કરે છે જેનું નામ છે - 'માય હેલ્થ માય હેલ્પ'. આ પ્રોજેકટ અંતર્ગત સંસ્થાના સ્વયંસેવકો તથા સભ્યો અલગ અલગ શાળાઓમાં જઈને ત્યાં માસિક ધર્મ અને તે સમયે જાળવવામાં આવતી સ્વચ્છતા વિશે ચર્ચા કરે છે, વિદ્યાર્થીનીઓની મૂંઝવણ જાણે છે અને ઉકેલવાનો પ્રયત્ન કરે છે. એ બાદ તેઓમાં સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવે છે.


આ પ્રોજેકટનો 46મો, 47મો, 48મો અને 49મો કાર્યક્રમ અનુક્રમે વિરમગામ તાલુકાની શાળાઓ - થોરી મુબારક પ્રાથમિક શાળા, ખેંગારીયા પ્રાથમિક શાળા, વસવેલીયા પ્રાથમિક શાળા અને વનથળ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો. આ કાર્યક્રમના આયોજનમાં વિરમગામ કુમાર શાળાના આચાર્ય દીપકભાઈ પરમાર અને ધાકડી પ્રાથમિક શાળાના શિક્ષિકા હંસાબેન પરમારનો ખૂબ જ સાથ સહકાર મળ્યો, જેમાં હેલ્પ્સ ફાઉન્ડેશન તરફથી સ્વયંસેવકો તરીકે કરીના ઝાલા અને યાશ્રી દેસાઈ જોડાયા હતા.










Thursday, December 28, 2023

માય હેલ્થ માય હેલ્પ:હેલ્પ્સ ફાઉન્ડેશનનો 40મો સ્ત્રી સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ રજોડા શાળા યોજાયો



માય હેલ્થ માય હેલ્પ:હેલ્પ્સ ફાઉન્ડેશનનો 40મો સ્ત્રી સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો



#female Hygiene #ngohelpsfoundation #ngoforcsr

જાગૃતિથી સમાજમાં પરિવર્તન શક્ય છે આ વિશે ખૂબ જ દ્રઢ વિશ્વાસ ધરાવતું હેલ્પ્સ ફાઉન્ડેશન શિક્ષણ, સ્વાસ્થ્ય અને આજીવિકાના ક્ષેત્રમાં સમાજમાં બદલાવ આવે એ હેતુથી કાર્ય કરે છે. આ ત્રણ ક્ષેત્રોમાં કરવામાં આવતા સેવાકાર્યો લોકો તથા સમુદાયને ચોક્કસ મદદ પુરી પાડે છે, જે તેમના જીવનમાં એક નવી શરૂઆત લાવે છે.





પોતાનું એક કાર્યક્ષેત્ર કે જે 'સ્વાસ્થ્ય' છે એમાં હેલ્પ્સ ફાઉન્ડેશન 'My Health My Help' પ્રોજેકટ અંતર્ગત વિવિધ શાળાઓમાં બાળકીઓને માસિક ધર્મ વિષયક બાબતોથી માહિતગાર કરે છે અને તેઓમાં સેનેટરી પેડના ઉપયોગને પ્રોત્સાહન આપે છે.


 સ્ત્રી સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો આ કાર્યક્રમ હેલ્પ્સ ફાઉન્ડેશન વિરામગામ તાલુકાની વિવિધ શાળાઓમાં તથા ધોળકા અને બાવળાની શાળાઓમાં કરી ચૂક્યું છે. સ્ત્રી સ્વાસ્થ્ય જાગૃતિ અને સેનેટરી પેડ વિતરણનો 40મો કાર્યક્રમ રાજોડાની મોડર્ન સ્કુલ ખાતે યોજવામાં આવ્યો, જેમાં સંસ્થાના સ્વયંસેવકો દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે માસિક ધર્મ વિષયક બાબતો તથા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી. હેલ્પ્સ ફાઉન્ડેશન સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી આ કાર્યક્રમો યોજાએ છે.


  #education #ngohf #ngohelpsfoumdation #education4all #drdhirendrapatel, #freeeducation, #LuvKushPathshala, #righttoeducation #ngoinahmedabad #ngoforcsr #freeeducationngo #femaleawareness, #femaleHygiene, #freesanitarypad, #helps, #helpsfoundation, #ngohelpsfoundation #femalehealth #ngohelpsfoundation #blanketsdistribution #sharingwarmth

Thursday, October 12, 2023

My Health-My Help - Female Hygiene Awareness Program by Helps Foundation.

Female Health and Hygiene awareness programme includes information regarding menstrual hygiene and distribution of sanitary pads among them, the name of the project is 'My Health- My Help'. Ultimately, our goal is there well-being.  Helps Foundation is happy to reach out to 1200 beneficiaries in total 30 female hygiene awareness programmes. We are fortunate to be a part in the change that will make them empowered and face the world with bright and broad vision.

free sanitary pads distribution by Helps Foundation
Female Hygiene Program by Helps Foundation


Sunday, October 8, 2023

હેલ્પ્સ ફાઉન્ડેશનનો ૨૮મો 'સ્ત્રી સ્વાસ્થ્ય જાગૃતિ' કાર્યક્રમ સોકલી,વિરમગામ.

Female hygiene awareness by Helps Foundation is a journey towards empowerment, dignity, and health for women and girls worldwide. By breaking the silence, providing education, and ensuring access to resources, these organizations are creating a brighter, more inclusive future where every woman can thrive with confidence, free from the shackles of stigma and misinformation. In the quest for female hygiene awareness, Helps Foundation is paving the way for a world where every woman's dignity and well-being are prioritized and celebrated.



Thursday, September 21, 2023

15th female hygiene awareness program at Shahpur by Helps Foundation

Female hygiene awareness goes beyond mere personal care; it's about dignity, health, and empowerment. For too long, cultural norms and societal expectations have kept essential hygiene topics hidden in the shadows. Helps Foundation is stepping forward to bring these topics into the light, ensuring that every woman and girl has access to information and resources to lead a healthy, confident life.

Female hygiene awareness programs not only empower individuals but also uplift entire communities. When women are healthy, confident, and informed, they can contribute more effectively to their families, communities, and society as a whole.

free sanitary pads distribution by Helps Foundation
My Health-My Help - By Helps Foundation

Saturday, September 16, 2023

My Health-My Helps - 13th and 14th Female Hygiene Awareness Program by Helps Foundation at Dholka and Rojda.

 Awareness is empowering - આ વાક્યને સંપૂર્ણપણે અનુસરતું હેલ્પ્સ ફાઉન્ડેશન નવા નવા વિષયો પર સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરે છે. સંસ્થાના 'My Health My Help' પ્રોજેકટ અંતર્ગત અલગ અલગ શાળાની વિદ્યાર્થીનીઓમાં સ્ત્રી સ્વાસ્થ્ય  જાગૃતિ વિષયક કાર્યક્રમો કરવામાં આવે છે. ધોળકા - મફલિપુરમાં આવેલી મફલિપુર શાળા અને રજોડાની મોડર્ન સ્કૂલમાં આ વિષયક 13મો અને 14મો કાર્યક્રમ કરવામાં આવ્યો. અહીંની કુલ 150 જેટલી વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું અને આ વિષય પર તેમની સાથે ચર્ચા કરવામાં આવી.

free sanitary pads distribution by Helps Foundation
My Health-My Help - by Helps Foundation


Helps Foundation organized 55th Female Hygiene Program

  વિવિધ સંસ્થાઓ અલગ અલગ ધોરણે અને પોતાના નક્કી કરેલા ક્ષેત્રોમાં સમાજમાં બદલાવ અને પરિવર્તન લાવવાના નિસ્વાર્થ હેતુથી કાર્યરત હોય છે. સામાન્...