વિવિધ સંસ્થાઓ અલગ અલગ ધોરણે અને પોતાના નક્કી કરેલા ક્ષેત્રોમાં સમાજમાં બદલાવ અને પરિવર્તન લાવવાના નિસ્વાર્થ હેતુથી કાર્યરત હોય છે. સામાન્ય રીતે લોકો સામાજિક સમસ્યાઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે અને એ જ દિશામાં કાર્ય કરે છે.
હેલ્પ્સ ફાઉન્ડેશન 'માનવ જે પીડ પરાઈ જાણે રે' જેવા વિચારો હેઠળ શિક્ષણ, સ્વાસ્થ્ય અને આજીવિકાના ક્ષેત્રમાં કાર્યરત છે. જેમનો એક પ્રોજેકટ છે 'માય હેલ્થ માય હેલ્પ' વિશ્વભરમાં માસિક ધર્મ અને માસિક સ્વાસ્થ્ય વિષય પર જે કોઈ પણ સંશોધન થયા છે અથવા જે કોઈ પણ ચર્ચાઓ થઈ છે તેમાં હાલના સમયમાં આ વિષય અતિ સંવેદનશીલ છે, એવી વાત સાબિત થઈ છે. અને હજી પણ ઘણી જગ્યાએ આ વિષય તેવું બની રહ્યો છે જેની અસર બાળકીઓના સ્વાસ્થ્ય પર જોવા મળે છે. આ વિષય પર જ હેલ્પ્સ ફાઉન્ડેશન કાર્ય કરે છે.
જેમાં વિવિધ શાળાઓમાં સ્ત્રી સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવે છે. અને વિદ્યાર્થીનીઓમાં સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવે છે. આવો જ સ્ત્રી સ્વાસ્થ્ય જાગૃતિનો 55મો કાર્યક્રમ ધોળકાના મફલિપુરની પ્રાથમિક શાળામાં યોજાયો હતો. જેમાં 6થી 8 ધોરણની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં હેલ્પ્સ ફાઉન્ડેશનના સ્વયંસેવકો મીના સોલંકી અને કરીના ઝાલા જોડાયા હતા.
#education #ngohf #ngohelpsfoumdation #education4all #drdhirendrapatel, #freeeducation, #LuvKushPathshala, #righttoeducation #ngoinahmedabad #ngoforcsr #freeeducationngo #femaleawareness, #femaleHygiene, #freesanitarypad, #helps, #helpsfoundation, #ngohelpsfoundation #femalehealth #ngohelpsfoundation #blanketsdistribution #sharingwarmth





.jpeg)

.jpeg)

