Awareness is empowering - આ વાક્યને સંપૂર્ણપણે અનુસરતું હેલ્પ્સ ફાઉન્ડેશન નવા નવા વિષયો પર સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરે છે. સંસ્થાના 'My Health My Help' પ્રોજેકટ અંતર્ગત અલગ અલગ શાળાની વિદ્યાર્થીનીઓમાં સ્ત્રી સ્વાસ્થ્ય જાગૃતિ વિષયક કાર્યક્રમો કરવામાં આવે છે. ધોળકા - મફલિપુરમાં આવેલી મફલિપુર શાળા અને રજોડાની મોડર્ન સ્કૂલમાં આ વિષયક 13મો અને 14મો કાર્યક્રમ કરવામાં આવ્યો. અહીંની કુલ 150 જેટલી વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું અને આ વિષય પર તેમની સાથે ચર્ચા કરવામાં આવી.
![]() |
| My Health-My Help - by Helps Foundation |

No comments:
Post a Comment